*🔥શિક્ષકોની બદલીને લઇ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની મહત્વની જાહેરાત..🔥*
પ્રાથમિક શિક્ષકોની બદલીની સમય મર્યાદામાં ઘટાડોઃ જીતુ વાઘાણી
રાજ્ય સરકારની નીતિ વિષયક જાહેરાત
સરકારના પ્રવક્તા જીતુ વાધાણીની પત્રકાર પરિષદ
" નિર્ણય અંગે આજે જ પરિપત્ર આપવામાં આવશે"
"2 લાખ કરતા વધુ શિક્ષકોને લાભ મળશે"
"બદલીની સમયમર્યાદામાં 5 વર્ષનો ઘટાડો થયો"
" વર્ષ 2012ના નિયમો રદ કરવામાં આવ્યા"
" વર્ષ 2012ના નિયમો રદ કરવામાં આવ્યા"
"પ્રાથમિક શિક્ષકોની બદલીની સમયમર્યાદામાં ઘટાડો"
પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર
*શિક્ષકોના હિતમાં રાજ્ય સરકારના મહત્વના નિર્ણયો*
*રાજ્યના વિધાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્યશિક્ષકોની બદલીના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કરતી રાજ્ય સરકાર :-શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી*
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશા-નિર્દેશાનુસાર બે લાખથી વધુ શિક્ષક પરિવારને સ્પર્શતા નિર્ણયો લેવાયા*
Ø *અત્યા૨ સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના ૪૦ ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો જે હવે ૧૦૦ ટકા જગ્યા પ૨ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે*
Ø *જિલ્લા ફેર અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા તે જોગવાઇ દૂ૨ ક૨વામાં આવી*
Ø *૧૦ વર્ષ એક જ જગ્યાએ નોકરી ક૨વાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે તેવા શિક્ષકો પાંચ વર્ષ પછી પણ બદલી માટે અરજી કરી શકશે*
Ø *જે સ૨કારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ કે પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને પ્રતિનિયુક્તિથી મૂકી શકાશે*
Ø *પતિ/પત્નીના કિસ્સાનો લાભ હવેથી અનુદાનિત સંસ્થાઓ, ગુજરાત સ૨કા૨ના જાહેર સાહસો, કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કંપનીઓના કિસ્સામાં પણ મળવાપાત્ર થશે*
Ø *બદલીઓના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ સમિતિની રચના કરાઇ*
રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણનું હિત, શિક્ષકોનું હિત તથા વહીવટીતંત્રનું હિત જળવાય એ માટે રાજ્યના વિધાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્યશિક્ષકોની બદલીઓના નિયમો સંદર્ભે રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો કર્યા છે જેનો અંદાજે બે લાખથી વધુ શિક્ષકોને લાભ થશે.
શિક્ષણ મંત્રી શ્રી વાઘાણીએ ઉમેર્યુ કે, દશ વર્ષ પહેલા પ્રાથમિક શિક્ષકોની બદલીઓ સંદર્ભે નિયમો ઘડાયા હતા. આ નિયમોમાં બદલાવ માટે પ્રાથમિક શિક્ષણના સંઘો દ્વારા રજુઆતો થઇ હતી એ સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સંપૂર્ણ સંવેદના સાથે નિયમોમાં મહત્વના ફેરફાર કરવા દિશા-નિર્દેશો આપ્યા છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી ભીખાભાઇ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગ્વીજયસિંહ જાડેજા સહિત મંડળના હોદેદારો સાથે શિક્ષણ વિભાગના સચિવ શ્રી વિનોદ રાવ, પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી મહેશ જોષી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે તબક્કાવાર ફળદાયી બેઠક યોજાઇ હતી. જેની ફળશ્રુતિ સ્વરૂપે આ નિર્ણયો લેવાયા છે. આ નિર્ણયોને સંઘો દ્વારા વધાવી લઇ તેને ઐતિહાસિક નિર્ણયો ગણાવ્યા છે.
શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષકની બદલીના નિયમોમાં કરેલા ઐતિહાસિક સુધારાની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી જે શિક્ષકોની બદલી થઇ ગઈ છે પરંતુ ૧૦ ટકા કરતાં વધુ મહેકમ ખાલી પડતું હોવાના કારણે છૂટા થઇ શક્યાં નથી તેવા બદલી પામેલા તમામ શિક્ષકોને ખાસ કિસ્સા તરીકે છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે શાળામાં બદલીવાળા શિક્ષકોને છૂટા કરવાના કારણે શૂન્ય શિક્ષકવાળી શાળા થતી હોય ત્યાં છેલ્લે છૂટા થવા પાત્ર શિક્ષકને નવા શિક્ષક આવે ત્યારે જ છૂટા થવાનું રહેશે. છેલ્લા ત્રણ વર્ષમાં બદલી થયેલી હોય અને છૂટા ન કરાયા હોય તેવા તમામ શિક્ષકોને પણ આ નિર્ણય લાગુ પડશે.
મંત્રીશ્રી વાઘાણીએ ઉમેર્યું કે, પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો તા.૨૩/૦૫/૨૦૧૨ના ઠરાવથી નિયત થયા હતા. માન્ય શિક્ષક સંગઠનો તેમજ શિક્ષકોનું હિત ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો તૈયા૨ ક૨વામાં આવ્યા છે. જે અંતર્ગત અત્યા૨ સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના ૪૦ ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવતો હતો તેના બદલે નવા નિયમો મુજબ જે તે જિલ્લામાં ખાલી ૧૦૦ ટકા જગ્યા પ૨ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે.
મંત્રીશ્રીએ કહ્યું કે, જિલ્લા ફેર અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા તે જોગવાઇ દૂ૨ ક૨વામાં આવેલ છે એટલે કે 'વતન' શબ્દ દૂ૨ ક૨વામાં આવ્યો છે. તે ઉપરાંત શિક્ષક સંઘો અને તેમના પ્રતિનિધિઓ સાથે પુરતી ચર્ચા વિચારણાને અંતે એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે શિક્ષકો વધ બદલીથી અન્ય શાળામાં ગયેલા છે તેવા શિક્ષકોને જો તેઓ મૂળ શાળામાં જગ્યા ખાલી પડે તો બે વધઘટ બદલી કેમ્પ સુધી મૂળ શાળા ઇચ્છે તો માંગી શકે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ૧૦ વર્ષ એક જ જગ્યાએ નોકરી ક૨વાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે તેવા શિક્ષકો પાંચ વર્ષ પછી જિલ્લા ફેરબદલી કે જિલ્લા અરસ પરસ બદલી માટે અરજી કરી શકશે. એટલું જ નહિ, જે સ૨કારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ/પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને સરકારી કર્મચારીના બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિથી મૂકી શકાશે.
મંત્રીશ્રી વાઘાણીએ કહ્યું કે, પતિ/પત્નીના કિસ્સાનો લાભ હવેથી અનુદાનિત સંસ્થાઓ, ગુજરાત સ૨કા૨ના જાહેર સાહસો, કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કંપનીઓના કિસ્સામાં પણ મળવાપાત્ર થશે. તે ઉપરાંત બદલીઓના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે. એટલે કે બદલી બાબતે જે કોઇ રજૂઆત / ફરિયાદ હોય તો સંબંધિત શિક્ષક / મુખ્ય શિક્ષક દ્વારા ફરિયાદ નિવારણ સમિતિને રજૂઆત કરી શકાશે અને ફરિયાદ નિવારણ સમિતિ તેનું નિરાકરણ ક૨શે. જેથી શિક્ષકોને બિનજરૂરી કોર્ટ કેસ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થશે નહીં.
Educational Minister Jitu Waghan's important announcement regarding the transfer of teachers..🔥 *
Reduction in time limit for transfer of primary teachers: Jitu Waghani
State Government Policy Announcement
Government Spokesperson Jitu Wadhani's Press Conference
"A circular will be issued today regarding the decision."
"More than 2 lakh teachers will benefit"
"Transfer period reduced by 5 years"
"2012 Rules Repealed"
"2012 Rules Repealed"
"Reduction in the time limit for transfer of primary teachers"
Changes in the rules for transfer of primary teachers
.
BADLI NEW NIYAM 2022 JAHER
4/
5
Oleh
techgujgk